ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં સોનાના ભંડાર મળ્યા બાદ અપેક્ષા છે કે, સોનાના ઉત્પાદનના મામલામાં ભારત લાંબો કૂદકો મારીને વિશ્વમાં બીજા સ્થાને આવી જશે. હાલ ભારત સોનાના ભંડારના મામલામાં ખૂબ જ પાછળ છે. ચાલો જાણીએ કયા 10 દેશો પાસે છે સૌથી વધારે સોનું.
પહેલા નંબરે- વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની એક રિપોર્ટ મુજબ, અમેરિકા પાસે ભારતથી 13 ગણો વધારો સોનું છે. અમેરિકા પાસે કુલ 8,133.5 ટન સોનાનું ભંડાર છે.
બીજા સ્થાને- બીજા સ્થાને જર્મની છે. જેની પાસે સોનાનું ભંડાર 3,366.8 ટન છે.
ત્રીજા સ્થાને- અમેરિકા અને જર્મની બાદ આંતરરાષ્ટ્રીય મુદ્રા ફંડ (IMF) પાસે કુલ 2,451.8 ટન સોનું છે.
ચોથા સ્થાને- ત્યાર બાદ નંબર આવે છે ઈટલીનું. ઈટલી પાસે 2,415.8 ટન સોનું છે.
પાંચમા સ્થાને- ઈટલી બાદ ફ્રાન્સનું નંબર આવે છે, જેની પાસે 2,436.1 સોનું છે.
છઠ્ઠા સ્થાને- રૂસ પાસે 2,213.2 ટન સોનુ છે.
સાતમા સ્થાને- ભારતના પાડોશી દેશ ચીન પાસે 1,936.5 ટન સોનુ છે.
આઠમા સ્થાને- સ્વીટઝરલેન્ડ પાસે 1,040 ટન સોનુ છે.
નવમા સ્થાને- જાપાન પાસે 765.2 ટન સોનું છે.
દમસા સ્થાને- સોનાના ભંડારમાં ભારત દમસા સ્થાને આવે છે. ભારત પાસે 618.2 ટન સોનુ છે.