નવી દિલ્હી: કોરોના વાયરસના નવા વેરિએન્ટ Omicronનો ડર ફેલાયેલલો છે. સૌથી વધારે ચિંતા તે વાતને લઈને છે કે આ વેરિએન્ટની અસર કેટલી થશે. ભારતે કોરોના વાયરસના ખતરનાક વેરિએન્ટ ડેલ્ટાનો સામનો કર્યો છે. આ વર્ષના શરૂઆતના મહિનાઓમાં ડેલ્ટાએ ખુબ જ ભયાનક રીતે લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. એવામાં ઓમિક્રોનને લઈને સરકાર એલર્ટછે. સૌથી પહેલા સાઉથ આફ્રિકામાં મળી આવેલા આ વેરિએન્ટને લઈને અત્યાર સુધી તેવી જાણકારી સામે આવી રહી છે કે જે દર્દીઓમાં વેરિએન્ટ મળ્યો છે, તેમનામાં બિમારી ગંભીર રૂપમાં નજર આવી રહી નથી. વાયરસનો હળવી અસર જોવા મળી રહી છે પરંતુ હવે કેટલાક વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, અત્યારે તે માની લેવું ઉતાવળ ગણાશે કે આ વેરિએન્ટની અસર હળવી જ રહેશે. સાઉથ આફ્રિકાના જ કેટલાક ટોચના વૈજ્ઞાનિકોએ આ વાત કહી છે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર બુધવારે કેટલાક વૈજ્ઞાનિકોએ ત્યાંના ધારાસભ્યોની સામે ઓમિક્રોન વેરિઅન્ટ વિશે પ્રેઝન્ટેશન આપતા કહ્યું કે કોરોના વાયરસના આ નવા સ્ટ્રેનની વાસ્તવિક અસર નક્કી કરવી મુશ્કેલ છે કારણ કે અત્યાર સુધી માત્ર યુવાનો જ તેનાથી પ્રભાવિત થયા છે. જે આ પેથોજેન સામે લડવામાં વધુ સક્ષમ હોય છે અને લોકો આ વાયરસથી સંક્રમિત થયા પછી થોડા સમય માટે બીમાર પડે છે.
આ પ્રેઝન્ટેશનમાં સામેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝના પબ્લિક હેલ્થ સર્વેલન્સ એન્ડ રિસ્પોન્સના વડા મિશેલ ગ્રૂમે જણાવ્યું કે, જે સંક્રમણ નોંધાયા છે તે યુવા લોકોમાં સામે આવ્યા છે. પરંતુ હવે મોટી ઉંમરના લોકો તરફ ઓમિક્રોન વાયરસ શિફ્ટ થઈ રહ્યો છે. તેમને કહ્યું કે, અમારો અનુમાન છે કે હાલમાં કેટલાક સપ્તાહો સુધી આ વેરિએન્ટના ગંભીર લક્ષણો સામે આવ્યા નથી.
KRISP જિનોમિક્સ ઇન્સ્ટિટ્યૂટના ચેપી રોગોના નિષ્ણાત રિચાર્ડ લેસેલે જણાવ્યું હતું કે લોકોમાં ગંભીર લક્ષણો ન દેખાવાનું કારણ એ પણ હોઈ શકે છે કે ઘણા બધા લોકો અન્ય વેરિએન્ટના કારણે પહેલાથી જ સંક્રમિત થઈ ચૂકેલા છે અથવા કોવિડ સામે રસી લીધી છે. જેથી તેમના શરીરે વાયરસ સામે લડવા રોગપ્રતિકારક શક્તિ વિકસાવી લીધી છે.
રિપોર્ટ અનુસાર, બુધવારના છેલ્લા 24 કલાકમાં દક્ષિણ આફ્રિકામાં ચેપના કેસ બમણા થઈ ગયા છે અને ત્યાં બુધવારે કુલ 8,561 કેસ નોંધાયા હતા. મોટાભાગના કેસો ઓમિક્રોન સ્ટ્રેનના નોંધાઈ રહ્યાં છે.