મહારાષ્ટ્રના અમરાવતી (Amravati)માં થયેલી હિંસામાં અત્યાર સુધી 60 લોકોને પોલીસે કસ્ટડીમાં લઈ લીધા છે. ત્રિપુરા હિંસાને લઈને બીજેપી, બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ વગરે દ્વારા બોલાવેલા બંધ દરમિયાન હિંસા થઈ હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે વિસ્તારમાં કફ્યૂ લાદવો પડ્યો હતો.
બીજેપીના પ્રદર્શન પછી થયેલા હુલ્લડ પછી અમરાવતી ઉપરાંત મોર્શી, વરૂદ, અચલપુર, અંજનગાંવ સુરજીમાં કફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. આ તમામ વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. પોલીસે જાણકારી આપી છે કે, શુક્રવાર અને શનિવારે જે પથ્થરમારો થયો છે તે પછી પોલીસે બીજેપી કાર્યકર્તાઓ સહિત 60 જેટલા લોકોની ધરપકડ કરી લીધી છે.