મધ્ય પ્રદેશમાં ખરગોન (Khargone) માં લગભગ 70 જેટલા બાળકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાનો મામલો સામે આવ્યો છે.આ તમામ બાળકોને કોરોનાનો ચેપ લાગ્યા હોવાની આંશકા છે અને આ તમામ બાળકોની ઉંમર 5 વર્ષની આસપાસ છે. જણાવી દઈએ કે આ બાળકોને કોરોના ચેપ હોવાની સંભાવના એ માટે ઉભી થઈ છે કે ત્યાનાં સ્વાસ્થ્ય વિભાગની ટીમે બાળકો સ્વસ્થ રહે તે માટે વિટામિન એની રસી પિવડાવી હતી પરંતુ સ્વાસ્થ્ય વિભાગનાં ટીમની એક સભ્યને કોરોના પોઝિટિવ સામે આવ્યો છે જેથી સમગ્ર ગામમાં હલચલ મચી ગઈ છે.
આ તમામ મામલાની જાણકારી આયુષ ડોક્ટરે કરી હતી. 50 વર્ષીય આશા શિવાજી ચોકની રહેવાસી છે અને તેને મહિલા ટીમ સાથે શુક્રવારે આંગનવાડી ક્રમાંક 10 પર મહાકાલ મંદિર (Mahakal Mandir) નાં સામે બાળકોને Vitamin Aની રસી પિવડાવી હતી. સ્વાસ્થ વિભાગે જણાવ્યુ છે કે આશા સાથે જેટલાં પણ લોકો સંપર્કમાં આવ્યા હતાં તેમનું સેમ્પલ લેવામાં આવ્યુ છે. આયુષ ડોક્ટર પરમિલા રાવત (Pramila Rawat) નું કહેવું છે કે જેટલાં પણ બાળકોને Vitamin Aની રસી પિવડાવવામાં આવી છે તે તમામ બાળકોનું કોરોના ટેસ્ટ (Corona Test) કરાવવામાં આવશે.
આશાએ 24 જુલાઈએ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને એના એક દિવસ બાદ તેને બાળકોન વિટામિન એની દવા પિવડાવી હતી અને તેનાં બીજા દિવસે કોરોના પોઝિટિવ (Corona Positive) જણાઈ હતી. ત્યાર બાદ તેણે લેવા માટે ટીમ પહોંચી હતી અને ડોક્ટરોએ ગ્રામિણ લોકોનાં સેમ્પલ (Samples of rural people) પણ લીધા છે. વધુમાં ડો. પરમિલા રાવતે જણાવ્યુ કે તે જગ્યાને કન્ટેઈનમેન્ટ ઝોન બનાવવામાં આવશે, એક અધિકારીનું કહેવું છે કે વિટામિન એની રસી તે મહિલાએ નથી પિવડાવી જો એવું કંઈ હોય તો તપાસ કરીને કાર્યવાહી હાથ ધરીશું.
મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી કુલ 28589 કોરોનાનાં કેસો (Corona Cases) નોંધાયા છે જેમાંથી 820 લોકોનું કોરોનાનાં કારણે મોત નિપજ્યુ છે અને અત્યાર સુધી કોરોનાથી કુલ 19791 લોકો રિકવર થઈ ચૂક્યા છે. મધ્ય પ્રદેશમાં સૌથી વધુ ઈન્દોરમાં 1994 કેસો, ભોપાલમાં 1903, ગ્વાલિયર 568, જબલપુર 305 અને ઉજ્જૈનમાં 207 કેસો નોંધાયા છે. ગત 24 કલાકમાં કુલ 789 કેસો સામે આવ્યા છે જ્યારે 581 દર્દીઓ રિકવર (Patients recover) થયા છે અને 9 લોકોનું મોત નિપજ્યુ છે.