બ્રિટનની એક કોર્ટે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને છ અઠવાડિયાની અંદર 10 કરોડ ડૉલરની રકમ જમા કરે. કોર્ટ ચીનની ટોચની બેન્કોની એક અરજીની સુનાવણી કરી રહી હતી જેમાં અનિલ અંબાણી પાસેથી 68 કરોડ ડૉલર વસુલીની માંગ કરવામાં આવી છે.આ બેન્કોનું કહેવુ છે કે અનિલ અંબાણીએ ફેબ્રુઆરી, 2012માં જૂનું દેવુ ચુકવવા માટે આશરે 92.5 કરોડ ડૉલરના કર્જ માટે વ્યક્તિગત ગેરંટીનું પાલન નથી કર્યુ.
અંબાણી (60)એ આ રીતની કોઇ ગેરંટીનો અધિકાર આપવાની વાતનું ખંડન કર્યુ ઋણ કરાર હેઠળ બેન્કોએ આ મામલો બ્રિટનની કોર્ટ સામે રાખ્યો છે. જ્યારે ડેવિડ વાક્સમેને 10 કરોડ ડૉલરની રકમ જમા કરવા માટેઅંબાણીને છ અઠવાડિયાની સમયસીમા આપતા કહ્યુ કે તે અંબાણીના બચાવમાં કહેવામાં આવેલી આ વાતને નથી માની સકતા કે તેમની નેટવર્થ લગભગ શૂન્ય છે અથવા તેમનો પરિવાર સંકટની સ્થિતિમાં તેમની મદદ નહી કરે. રિલાયન્સ ગ્રુપે કોર્ટના નિર્ણય વિરૂદ્ધ અપીલ કરવાના સંકેત આપ્યા છે.
અનિલ અંબાણીના એક પ્રવક્તાએ કહ્યુ, ‘શ્રી અંબાણી બ્રિટિશ અદાલતના આદેશની સમીક્ષા કરી રહ્યા છે અને અપીલના સબંધમાં કાયદાકીય સલાહ લેશે.’ ઇંગ્લેન્ડ અનેવેલ્સના હાઇકોર્ટના વાણિજ્યિક વિભાગમાં ચીનની ત્રણ બેન્કોને રિલાયન્સ કોમ્યુનિકેશનના પ્રમુખ વિરૂદ્ધ ગત વર્ષે આપવામાં આવેલા શરતી આદેશની શરતો નક્કી કરવા સબંધિત સુનાવણી દરમિયાન અંબાણીના વકીલોએ આ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો કે તેમની દેવાદારીને જોડવામાં આવશે તો અંબાણીની નેટવર્થ શૂન્ય હશે.