રેલવે મુસાફરો માટે નવી ગાઈડ લાઈનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રેલ્વેની ગાઇડલાઇન્સમાં માસ્ક પહેરવું અને આરોગ્ય સેતુ એપ ફરજિયાત રહેશે. ફક્ત કન્ફર્મ ઈ-ટિકિટ દ્વારા રેલ્વે સ્ટેશન પર આવી શકાશે.
થર્મલ સ્ક્રીનિંગ માટે પ્રવાસીઓએ ટ્રેન ઊપડવાની 90 મિનિટ પહેલાં હાજર રહેવું પડશે. રેલ્વે સ્ટેશન પર તમામ પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત કરાશે, જે મુસાફરમાં કોરાનાનું એકપણ લક્ષણ જોવા ન મળે તેને જ ફક્ત એન્ટ્રી મળશે.
ટ્રેનના પ્રવાસ દરમિયાન માસ્ક પહેરી રાખવું ફરજિયાત બનાવી દેવાયું છે. રેલ્વેની સફર દરમિયાન કામળા, ચાદર, પરદાની સુવિધા નહીં મળે. પ્રવાસીઓએ પોતપોતાના ઘેરથી ભોજન અને પાણી લાવવું પડશે.જેવી બાબતો પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે.