યુપી કેડરના આઇપીએસ અધિકારી અપર્ણા કુમારે દક્ષિણ ધ્રુવ પર સફળતા પૂર્વક પહોંચીને નવુ ઇતિહાસ રચી દીધો છે. દહેરાદૂનમાં આઇટીબીપીના ડીઆઇજી પદે તૈનાત અપર્ણાએ દક્ષિણ ધ્રુવ પર દેશનો અને આઇટીબીપીનો ઝંડો ફરકાવ્યો હતો. તેઓ દક્ષિણ ધ્રુવ પર પહોંચનારા દેશના પ્રથમ મહિલા આઇપીએસ બની ગયા છે.
તેઓ 35 કિગ્રા વજન લઇને 111 કિમી દુર્ગમ યાત્રા કરીને દક્ષિણી ધ્રુવ પર પહોંચનારા દેશના પ્રથમ મહિલા આઇપીએસ બની ગયા છે. અપર્ણાએ 4 જાન્યુઆરીએ પોતાની યાત્રા શરૂ કરી હતી અને 13 જાન્યુઆરીએ સવારે 5 વાગ્યે દક્ષિણ ધ્રુવ પર પહોંચી ગયા હતા.
તેઓ અત્યાર સુધી વિશ્વના 6 ખંડોના 6 પર્વતોનું આરોહણ કરી ચૂક્યા છે. આઇટીબીપીના મહિલા અધિકારીઓએ ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર સંગતની ધૂન સાથે અપર્ણાનું સ્વાગત કર્યું હતું. તેમનું આગામી લક્ષ્ય હવે ઉત્તર અમેરિકાના અલાસ્કામાં ડેનાલી પર્વત સર કરવાનો છે. તેઓ આના માટે જુલાઇ 2019માં નિકળશે. અર્પણા કુમાર 2002 બેચના યુપી કેડરના આઇપીએસ છે.