રાજ્ય સરકારની ફી કમિટી દ્વારા તમામ ખાનગી કોલેજો અને યુનિવર્સિટીઓ ને નવા વર્ષે ફી વધારો કરવા કે ન માગવા અપીલ કરતા ઈમેલ કરવામાં આવ્યા છે. જો કે બીજી બાજુ એ પણ પ્રશ્ન ઉભો થયો છે કે સરકારે જે રીતે ખાનગી સ્કૂલોને ફી ન વધારવા આદેશ કર્યો તે રીતે કોલેજોને ફી ન વધારવા કેમ આદેશ ન કરાયો? જે રીતે સ્કૂલોમાં ફી રેગ્યુલેશન એક્ટ લાગુ છે અને ફી કમિટી ફી નક્કી કરવાની પ્રક્રિયા કરે છે તે જ રીતે ટેકનિકલ કોલેજો માં પણ રેગ્યુલેશન એક્ટ હેઠળ એક કમિટી દ્વારા દર ત્રણ વર્ષે નવું ફિલ્મ માળખું નક્કી કરવામાં આવે છે.
2020-21 થી 2022-23 સુધીના ત્રણ વર્ષ માટે નવી ફી નક્કી કરવામાં આવનાર છે ત્યારે સરકાર ની ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે પરંતુ લોકડાઉનને પગલે ફી કમિટી દ્વારા સી માટેની ઓનલાઇન દરખાસ્તો તેમજ ડોક્યુમેન્ટ સાથે ની ફાઈલ જમા કરવાની મુદત બીજી વખત વધારવામાં આવી છે કમિટીએ મુદત વધારીને ૧૮ મે સુધી કરી છે. રાજ્યમાં હાલ જુદા જુદા ટેકનિકલ કોર્સની ૫૦૦ થી વધુ ખાનગી કોલેજો છે.