ટેકની દિગ્ગજ કંપની એપ્પલ (Apple)એ પાછલા વર્ષેના એક્ટોમ્બર-ડિસેમ્બરના ત્રિમાસીકમાં રેકોર્ડ તોડ નફો કમાણા છે. કંનીએ iPhoneના સેલમાં બે ગણો વધારો કર્યો છે અને સાથે iPadની માગ મજબુત જોવા મળી રહી છે. સમીક્ષાઅવધિમાં કંપનીએ ચોખો નફો અત્યાર સુધીમાં 22 અરબ ડોલર એટલે કે લગભગ 1.56 લાખ કરોડનો રહ્યો છે. જ્યારે આ દરમિયાન કંપનીના કુલ મહેસૂલ આવક 91.8 અરબ ડોલર રહ્યું. આ પાછલા વર્ષના ત્રીમાસીકથી 9 ટકા વધુ છે.
કંપનીના ત્રિમાસીક રેવેન્યૂમાં આંતરરાષ્ટ્રીય વેચાણના 61 ટકાનો ભાગ છે. Appleના CEO ટિમ કુકે કહ્યું કે, કંપનીએ ઘણા વિકસિત બજારોમાં બે ગણો વધરો જોવા મળ્યો છે. જેમાથી અમેરિકા, બ્રિટેન, ફ્રાન્સ અને સિંગાપુરનો સમાવશ થાય છે અને સાથે ઘણી ઉભરતી બજારોમાં પણ વધારો બે ગણો રહ્યો છે. તેમાં ખાસકરીને કંપનીના બ્રાઝિલ,ચીન,ભારત,થાઈલેન્ડ અને તુર્કીમાં મજબુત પ્રદર્શન રહ્યો છે.
ટિમ કુકે વધુમાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર ત્રિમાસીકમાં iPhone માંથી મળેલા રેવેન્યૂ 8 ટકા વધીને 56 બિલિયન ડોલર પર પહોંચી ગયું છે. તેના અનુસાર iPhone 11, iPhone 11 Pro અને iPhone 11 Pro Max જેવા મોડલની ખુબ માગના કારણે થયું છે. કુકે કહ્યું કે, iPadના વેચાણ ઘણી ઉભરતી બજારો જેમ કે, મેક્સિકો,ભારત,તુર્કી,થાઈલેન્ડ,મલેશિયા,ફિલીપીન્સ અને વિયતનામમાં ખૂબ વધ્યું છે.
સમીક્ષાઅવદિમાં Macએ 7.2 બિલિયન ડોલર અને iPadએ 6 બિલિયન ડોલરનું રેવેન્યૂ જનરેટ કર્યુ છે. એપ્પલ ભારતીય બજાર પર મોટા દાવ લગાવી રહી છે. પાછલા થોડા મહિનામાં કંપનીએ દેશમાં મેન્યુફેક્ચરિંગનમાં વધારો કર્યો છે.
ભારતમાં મેન્યુફેક્ચરિંગ વધારી રહી છે કંપની
પાછલા વર્ષે એપ્પલે ભારતમાં ધરેલુ બજાર અને નિકાસ માટે iPhone XRના પ્રોડક્શન શરૂ કર્યું હતું. એપ્પલના પાર્ટનર Salcomp ચેન્નાઈની પાસે SEZમાં સ્થિત નોકિયાને બંધ થઈ ચુકેલી ફેક્ટરીને ટેકઓવર કરી છે. એવી અપેક્ષા છે કે, ફેક્ટરી માર્ચથી કામ શરૂ કરશે અને ચાર્જરની સાથે અન્ય ઘણા ઉપકરણો પણ ઉત્પાદન કરવામાં આવશે.