Apple કંપની પોતાનું પ્રથમ સ્ટોર ચાલું કરવા માટે મુંબઈના મેકર મેક્સિટી મોલની પસંદગી કરી છે. મળતી માહિતી અનુસાર, એપલે બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં લગભગ 20થી 25 હજાર ચોરસ વર્ગ ફીટની જગ્યા ખરીદી છે. જોકે, રિલાયન્સની સાથે જોઈન્ટ વેન્ચરમાં મેકર મેક્સિટીના માલિક મનીષ મેકરે તેના પર કોઈ માહિતી આપી નથી.
ઈકોનોમિક ટાઈમ્સના સૂત્રોથી ખબર પડે છે કે, એપલની ટીમ આ સમયે મુંબઈમાં આઉટલેટની ડિઝાઈન અને લેઆઉટ વિશે સ્ટડી કરવા માટે મુંબઈમાં છે. આ સ્ટોર લગભગ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં ઓપન કરવામાં આવશે. આ ફ્લેગશિપ સ્ટોર દેશમાં એપ્પલનું સૌથી મોટું સ્ટોર હશે અને ભારતમાં જે સૌથી મોટા ફ્રેન્ચાઈજીને સ્ટોર છે તેનાથી 3 ગણો મોટો સ્ટોર હશે. એપલ ફ્રેન્ચાઈજીનો સૌથી મોટો સ્ટોર મુંબઈમાં 8 હજાર ચોરસ વર્ગમાં ફેલાયેલું છે.
જણાવી દઈએ કે, પહેલા સરકારના એક નિયમના કારણે એપલ સિંગલ બ્રાન્ડ સ્ટોર ઈન્ડિયામાં ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. જણાવી દઈએ કે, સરકારી નિયમ અનુસાર દેશમાં સિંગલ બ્રાન્ડના માધ્યમથી 51 ટકાથી વધારે એફડીઆઈ વાળી કંપનીને કુલ વેચવા માટેના પ્રોડક્ટના 30 ટકા ભારતમાં જ આઉટસોર્સ કરવાનું હતું. જોકે, પછી આ નિયમમાં ફેરફાર કરી દેવામાં આવ્યુ અને આ