અફઘાનિસ્તાનમાં એક વિમાન ક્રેશ થઈ ગયું છે. પૂર્વ ગજની પ્રાંતમાં સોમવારનાં સ્થાનિક સમયાનુસાર બપોરે 1.30 વાગ્યે એરિયાના અફઘાન એરલાઇન્સનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. જે વિસ્તારમાં વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે, તે તાલિબાનનાં નિયમંત્રણમાં છે. અત્યારે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોની જાણકારી સામે આવી નથી
.’અફઘાનિસ્તાનની ન્યૂઝ એજન્સી એરિયાના પ્રમાણે હેરાત હવાઈ અડ્ડામાં નિયંત્રણ ટૉવરનાં અધિકારીઓનું કહેવું છે કે વિમાન એરિયાના અફઘાન એરલાઇન્સનું હતુ. આમાં 110 લોકો સવાર હતા અને આ હેરાતથી દિલ્હી માટે ઉડાન ભરી રહ્યું હતુ.