લદ્દાખમાં ચીની સૈનિકો સાથે થયેલી લોહિયાળ અથડામણ બાદ ભારત સરકારે સેનાને ખુલ્લી છૂટ આપી દીધી છે. કેન્દ્ર સરકાર તરફથી મળેલી આ છૂન અનુસાર, જો ચીની સૈનિકોના કારણે ભારતીય જવાનોના જીવ જોખમમાં મૂકાય, તો આવા સમયે તેઓ ફાયરિંગ કરી શકે છે.
આથી હવે પછીના સમયમાં ભારતીય સેના ચીની સૈનિકો ઉપર ગોળીબાર કરવાનું નહીં ચૂકે. ચીની સૈનિકો સાથે હિંસક ઝડપમાં 20 જવાનો શહીદ થયા બાદ કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, જો જીવ પર આવે તો ફિલ્મ કમાન્ડર આવા સમયે રણનીતિક નિર્ણયો લઈ શકે છે.
જણાવી દઈએ કે, ભારત અને ચીન વચ્ચે નક્કી કરવામાં આવેલા પ્રોટકૉલ પ્રમાણે, અત્યાર સુધી બન્ને દેશો વચ્ચે ફાયરિંગ કે ઘાતક હથિયારના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે હવે ચીની સૈનિકોના કારણે ભારતીય જવાનોના જીવ જોખમમાં મૂકાશે, તો આ પ્રોટોકૉલને માનવામાં નહીં આવે. સેલ્ફ ડિફેન્સમાં ફાયરિંગ જ અંતિમ વિકલ્પ હોય, તો બન્ને દેશો વચ્ચેના આ પ્રોટોકૉલને નહીં માનવામાં આવે.
ભારત સરકારે આ પગલુ એવા સમયે ઉઠાવ્યું છે, જ્યારે ભારતીય જવાનોની શહાદત બાદ હથિયારના ઉપયોગને લઈને એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. વિપક્ષ સતત સરકાર પર સવાલ ઉઠાવી રહ્યું છે. કહેવામાં આવે છે કે, હથિયાર હોવા છતાં ભારતીય સૈનિકોએ ચીની સેના વિરુદ્ધ તેનો ઉપયોગ નહતો કર્યો.