Arvind Kejriwal Arrested:
Arvind Kejriwal Arrested: અરવિંદ કેજરીવાલની એક્સાઈઝ પોલિસી કેસમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમની ધરપકડ બાદ દિલ્હી સરકારના મંત્રી આતિશીએ સ્પષ્ટ કર્યું કે તેઓ રાજીનામું નહીં આપે.
Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા એક્સાઇઝ પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી છે. EDએ લગભગ બે કલાક સુધી કેજરીવાલની પૂછપરછ કરી અને ત્યારબાદ ટીમ તેમને ED ઓફિસ લઈ ગઈ.
દિલ્હી હાઈકોર્ટમાંથી ઝટકો મળ્યા બાદ EDની ટીમ ગુરુવારે સાંજે લગભગ 7 વાગે કેજરીવાલના ઘરે પહોંચી હતી. આ દરમિયાન ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા જોવા મળી હતી.
‘કેજરીવાલ રાજીનામું નહીં આપે’
અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી (AAP) એ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ (કેજરીવાલ) સીએમ જ રહેશે. તેઓ રાજીનામું નહીં આપે. મંત્રી આતિશીએ કહ્યું કે કેજરીવાલ મુખ્યમંત્રી હતા, છે અને રહેશે. તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલ એક વિચાર છે, તેને ખતમ કરી શકાય નહીં.
આતિશીએ કહ્યું, “આ AAP અને અરવિંદ કેજરીવાલને રોકવાનું ષડયંત્ર છે. દિલ્હીના લોકો અરવિંદ કેજરીવાલને પ્રેમ કરે છે અને તેઓ આનો જવાબ ભાજપને આપશે.
ધરપકડ સમયે કેજરીવાલના ઘરની બહાર મોટી ભીડ જોવા મળી હતી. AAP કાર્યકર્તાઓએ કેજરીવાલ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
EDની ટીમ આવતાની સાથે જ કેજરીવાલના નિવાસસ્થાને દિલ્હીના ધારાસભ્યો આવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. મંત્રી સૌરભ ભારદ્વાજ સીએમ કેજરીવાલના ઘરે પહોંચ્યા. સૌરભ ભારદ્વાજને અંદર જવા દેવામાં આવ્યા ન હતા.