અસમ કેબિનેટે સોમવારે નિર્ણય કર્યો છે કે, 1 જાન્યુઆરી 2021થી બેથી વધુ બાળકો પેદા કરનાર લોકોને સરકારી નોકરી નહીં આપવામાં આવે. સોમવારે મોડી સાંજે આયોજિક કેબિનેટમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં એક નવી ભૂમિ નીતિ અપનાવવામાં આવી છે. જેમાં જમીન વિનાના લોકોને ત્રણ વીઘા કૃષિ જમીન અને એક મકાન બનાવવા માટે અડધો વીઘા જમીન મળશે.
રાજ્યના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલના જનસંપર્ક વિભાગ દ્વારા આ અંગે જાણકારી આપવામાં આવી છે કે, નાના પરિવારના માપદંડને અનુસાર 1 જાન્યુઆરી 2021થી બે કરતા વધુ બાળકો પેદા કરનાર લોકો સરકારી નોકરી માટે માન્ય રહેશે નહી.