બિહારમાં JNU વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમારના કાફલા પર બુધવારે સાંજે ટોળાઓએ પથ્થરમારો કર્યો હતો. અ હુમલામાં કન્હૈયા કુમાર ઘાયલ થયો હતો. આ હુમલો બિહારના સુપૌલમાં થયો છે. કન્હૈયા સુપોસમાં એક રેલીને સંબોધન કર્યા બાદ સહરસા તરફ થઈ રહ્યા હતો. કાફલોમાં શામેલ ઘણા લોકો ઘાયલ થયા છે અને ગાડીઓના કાચ પણ ફાટી ગયા હતા.
આ પહેલા શનિવારે કન્હૈયા કુમારનો કાફલો પર બિહારના સારન જિલ્લામાં કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. તેના કારણે કાફલામાં સામેલ બે ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું. જો કે, આ ઘટનામાં કન્હૈયાને કોઈ ઈજાઓ થઈ નહતી. કન્હૈયા સિવાનથી છાપરા જઇ રહ્યો હતો, ત્યારે અસામાજિક તત્વોએ તેના કાફલા પર પર પથ્થરમારો કર્યો હતો.