દેશના સૌથી ચર્ચિત અને વિવાદિત અયોધ્યાના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસમાં આજે સવારે 10:30 કલાકે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવવા જઈ રહ્યું છે. આ મામલે સુનાવણી પૂર્ણ કર્યા બાદ દેશની સર્વોચ્ચ અદાલતે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. બસ ત્યારથી જ એ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ નિવૃત થશે તે, પહેલા જ આ કેસમાં પોતાનો નિર્ણય સંભળાવશે. જણાવી દઈએ કે, CJI ગોગોઈ 17 નવેમ્બરે નિવૃત થઈ રહ્યા છે.
આમ તો અદાલત ગમે તે સમયે બેસી શકે છે, કેસને સાંભળી શકે છે અને પોતાનો ચૂકાદો પણ આપી શકે છે, પરંતુ 17 નવેમ્બરે રવિવારે છે. મોટાભાગે આટલા મોટા કેસનો ચુકાદો રજાના દિવસે આપવામાં નથી આવતો. આ સાથે જ જે દિવસે ન્યાયધીશ નિવૃત થઈ રહ્યા છે, એ દિવસે મોટા કેસમાં નિર્ણયો સામાન્ય રીતે નથી સંભળાવવામાં આવતા. અગાઉ 16 નવેમ્બરે શનિવારે પણ રજાનો દિવસ છે. એવામાં CJI ગોગોઈનો અંતિમ કાર્યદિવસ 15 નવેમ્બરનો છે. આથી એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે, અયોધ્યા કેસનો ચુકાદો જસ્ટિસ ગોગોઈની અધ્યક્ષતા ધરાવતી ખંડપીઠ 14 અથવા 15 નવેમ્બરે સંભળાવી શકે છે.
જો કે એમાં પણ એક કોકડું ગુંચવાયું છે. સામાન્ય રીતે અદાલક કોઈ પણ ચુકાદો સંભળાવે છે, તો તેના સબંધિત કોઈ ટેક્નિકલ ગરબડી પર આગામી દિવસે વાદી-પ્રતિવાદીમાંથી કોઈ પણ એક વખત ફરીથી અદાલતની શરણ લઈને આ ગરબડી દૂર કરવા માટે અરજી કરી શકે છે. જેમાં પણ એક અથવા બે દિવસ લાગી શકે છે.
આ કેસમાં 14-15 નવેમ્બરના ચૂકાદાની સ્થિતિમાં તે 1-2 દિવસ પાછળ ખસીને 16-17 નવેમ્બર થઈ જાતા. આમ છતાં ના તો અદાલત અને ના તો સરકાર કોઈ પણ તરફથી એવા સંકેત ના મળ્યા કે, અયોધ્યા કેસમાં ચુકાદો 14-15 નવેમ્બર પહેલા પણ આવી શકે છે.
પછી અચાનક શુક્રવારે રાત્રે આ સૂચના આવે છે કે, અયોધ્યા કેસ પર ચુકાદો શનિવારે સવારે 10:30 કલાકે સંભળાવશે. માનવામાં આવી રહ્યું છે કે, અચાનક આ રીતનું એલાન એક સમજી-વિચારીને ઘડેલી રણનીતિનો જ એકભાગ છે. જે સંવેદનશીલ, ભાવનાઓ અને આસ્થાઓ સાથે સંકળાયેલ કેસમાં અસામાજિક તત્વોને કોઈ પણ પ્રકારની ભાંગફોડ કરવાની તૈયારી ના મળી શકે. આ માટે શુક્રવારે રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું કે, એક રાત વિત્યા શનિવારની સવાર થવા સાથે જ આ કેસમાં ચુકાદો સંભળાવી શકાય.
દેશ અને અયોધ્યાના પ્રદેશ ઉત્તર પ્રદેશમાં શાંતિ માટે અગાઉ આજ રણનીતિ અંતર્ગત પૂર્ણ તૈયારી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશ અને કેન્દ્ર સરકારે સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે. અયોધ્યા ચુકાદો આવવાના સમયના નિર્ણયની જાહેરાત પહેલા મુખ્ય ન્યાયાધીશે પણ ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ રાજેન્દ્ર તિવારી અને DGP ઓપી સિંહ સાથે મુલાકાત કરીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થા અંગે જાણકારી મેળવી હતી.