અયોધ્યામાં ચાલી રહેલા ‘દીપોત્સવ’ કાર્યક્રમનો આજે 26 ઓક્ટોબરે ત્રીજો અને અંતિમ દિવસ છે. આજના કાર્યક્રમનું સમાપન 5.51 લાખ દીવા પ્રગટાવીને કરવામાં આવશે. ગત વર્ષે સરયુ નદીના કાંઠે 3 લાખ દીવા 45 મિનિટ સુધી પ્રજવલિત રાખવામાં આવ્યા હતા. આ વર્ષે ગત વર્ષનો રેકોર્ડ તોડવામાં આવશે. કાર્યક્રમ માટે આ વર્ષે 133 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.
5.51 લાખ દીવા પ્રગટાવાયા
આ અંગે સરકારી પ્રવક્તા શ્રીકાંત શર્માએ જણાવ્યું કે, રાજ્ય સરકારે આ વર્ષે ‘દીપોત્સવ’ માટે 133 કરોડ રુપિયાની રકમ મંજૂર કરી છે. જેમાં 26 ઓક્ટોબરે 5.51 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવશે. આ દિપોત્સવમાં દેશ-વિદેશથી બોલાવવામાં આવેલા 1700 જેટલા કલાકારો પોત-પોતાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. જેમાં 1 હજાર કલાકારો રથો પર સવાર થઈને રામકથાનું પ્રદર્શન કરતા શોભાયાત્રા નીકાળશે.