અયોધ્યા કેસની સુનાવણી જાન્યુઆરી 2019 સુધી મુલ્તવી રાખવામાં આવી છે. સુપ્રીમ ઈલાહાબાદ હાઈકોર્ટના ચુકાદા વિરુદ્વ સુપ્રીમ કોર્ટમાં આજથી સુનાવણી કરવામાં આવી હતી. ઈલાબાદ કોર્ટે 2010માં જમીનને ત્રણ ભાગોમાં વિભાજીત કરવાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ સંજય કિશન કૌલ તથા જસ્ટીસ કે.એમ.જોસેફની બેન્ચ સમક્ષ હવે જાન્યુઆરી મહિનામાં હિયરીંક કરવામાં આવશે. જોકે, હજુ કોર્ટે તારીખ આપી નથી. પાછળથી તારીખની જાહેરાત કરવામાં આવશે.
27 નવેમ્બર 1994માં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદા પર પુન:વિચાર કરવા પાંચ જજની બંધારણીય બેન્ચને કેસ સુપરત કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ઈન્કાર કરી કોર્ટે કહ્યું હતું કે મસ્જિદ ઈસ્લામનો અનિવાર્ય અંગ નથી. આ મુદ્દો અયોધ્યા ભૂમિ વિવાદ દરમિયાન ઉપસ્થિત થયો હતો. સુપ્રીમ કોર્ટના તત્કાલીન ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષપદ હેઠળની ત્રણ જજની બેન્ચે 2/1થી ચુકાદો આપ્યો હતો અને કહ્યું હતું કે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદનો ફેંસલો પુરાવાના આધારે થશે તથા પૂર્વ ફેંસલો આ મામલામાં પ્રાસંગિક રહેશે નહીં.
જજ અશોક ભૂષણએ પોતાના અને ચીફ જસ્ટીસ વતી ચુકાદો આપતા કહ્યું હતું કે 1994માં પાંચ જજની બંધારણીય બેન્ચે આ અંગે શું ચુકાદો આપ્યો છે. જ્યારે બેન્ચના ત્રીજા જજ એસ.અબ્દુલ નઝીરે બન્ને જજની સાથે અસંમતિ દર્શાવી કહ્યું હતું કે ધાર્મિક આસ્થાને ધ્યાનમાં રાખીને ફેંસલો કરવો પડશે કે શું મસ્જિદ ઈસ્લામનો અંગે છે અને આના માટે વિસ્તારપૂર્વક વિચારની જરૂરિયાત છે.