બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ લિમિટેડે અમુલ અને મધર ડેરીના મુકાબલે 4 રૂપિયા પ્રતિ લીટર સસ્તુ ટોંડ દૂધ લૉન્ચ કર્યુ છે. અગાઉ પતંજલિ ઉત્તરાખંડ, દિલ્હી-એનસીઆર, જયપુર, મહારાષ્ટ્રમાં ગાયના દૂધનું વેચાણ કર્યુ હતું. પતંજલિ ટોંડ દૂધીની કિંમત 40 રૂપિયા પ્રતિ લીટર છે જે અમૂલ અને મધર ડેરી જેવી કંપનીઓની તુલનામાં 4 રૂપિયા લીટર સસ્તુ છે. જ્યારે અમૂલ અને મધર ડેરીએ તાજેતરમાં જ દૂધની કિંમતોમાં વધારો કર્યો છે.
બાબા રામદેવે ટોંડ દૂધને લૉન્ચ કરતાં જણાવ્યું કે પતંજલિ ડેરી તથા અન્ય ફ્રેશ પ્રોડક્ટ્સના ક્ષેત્રમાં સપ્ટેમ્બર 2018માં પ્રવેશ કર્યો હતો. દિલ્હી-એનસીઆરમાં ગાયના દૂધના બારમાં પતંજલિએ 20 ટકા હિસ્સો મેળવ્યો છે.
બાબા રામદેવે જણાવ્યું કે કંપની નવા દૂધના પ્રચાર પ્રસાર પર વધુ ખર્ચ નથી કરી રહી. તેથી આ દૂધ અન્ય કંપનીઓ કરતા સસ્તુ છે.
6 મહિના સુધી ખરાબ નહી થાય ટેટ્રા પેક
રામદેવે જણાવ્યું કે ટેટ્રા પેક વાળા દૂધને પૂર્વોતર ક્ષેત્ર સહિત દેશભરમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેમની ઇચ્છા ગૌવંશની રક્ષા કરવાની છે. રામદેવે કહ્યું કે પતંજલિનાં ટેટ્રા પેકના કાઉ મિલ્કની સેલ્ફ લાઇફ 6 મહિનાની છે.