દેશ અને દુનિયામાં ડરનો માહોલ ફેલાયો હોય, પરંતુ જિલ્લા હોસ્પીટલમાં જન્મેલી એક બાળકીનુ નામ તેમના પરિવારે કોરોના રાખ્યુ છે. પરિવારોનું કહેવુ છે કે, ભલે લોકોના દિલમાં આ નામ દહેશતથી ભરેલુ હોય, પરંતુ કોરોના વાયરસે લોકોની જિંદગી બદલતાની સાથે સફાઈના મહત્વને જીવનમાં દર્શાવ્યુ છે
જાણકારી પ્રમાણે કૌડીરામના સોહગૌરા નિવાસી રાગિણી ત્રિપાઠીનુ પિયર દેવરિયાના રુદ્રપુરમાં છે. રાગિની હાલમાં કેટલાક દિવસોથી પોતાના પિયરસમાં રહી છે. રવિવારની સવારે તેણીને પ્રસવ પીડા શરુ થઈ ગઈ હતી, જેથી પરિવારના લોકોએ તેને તાત્કાલિક હોસ્પીટલ લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ મહિલાને જિલ્લા હોસ્પીટલમાં રેફર કરી દીધી હતી. ત્યારબાદ પરિજનોએ મહિલા જિલ્લા હોસ્પીટલમાં લઈને પહોંચ્યા હતા. જ્યાં ડૉક્ટરની મદદથી તેમને નોર્મલ ડિલવરી થઈ હતી
રાગિણીએ સ્વાસ્થ દીકરીને જન્મ આપ્યો હતો જેથી તેણીના પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ હતી. જનતા કર્ફ્યૂના દિવસે જન્મેલી દીકરીનુ નામ પણ પરિવારજનોએ કોરોના રાખી દીધુ છે. રાગિનીના પિતા અરુણ પાંડે અને દેવર નીતેશ ત્રિપાઠીએ જણાવ્યુ હતુ કે, કોરોનાના નામ જહેનમાં લોકોની વચ્ચે દહેશત પૈદા કરે છે, પરંતુ જીવનમાં સફાઈના મહત્વને પણ લોકોને જણાવી દીધુ છે.