ચીનથી ફેલાયેલા કોરોના વાયરસે અત્યાર સુધી હજારો લોકોના જીવ લીધા છે અને લાખો લોકો આની ચપેટમાં છે. આ વાયરસની સૌથી ભયાનક અસર ચીન બાદ ઇટલીમાં જોવા મળી છે. રિપોર્ટ મુજબ ત્યાં લોકોના મોતનો આંકડો 6,000ને પાર પહોંચ્યો છે. અમેરિકા, ઇરાનમાં પણ આ વાયરસની ભયાનક અને ગંભીર અસર જોવા મળી છે. ત્યારે ભારતમાં પણ આ જીવલેણ વાયરસે પગપેસારો કર્યો છે.
રિપોર્ટ મુજબ HDFCએ પોતાના કામકાજના સમયમાં ફેરફાર કર્યો છે અને આ બેંક 31 માર્ચ સુધી સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 2 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. બેંકે પાસબુક અપડેટ અને ફોરેન કરન્સી પરચેજની સુવિધાઓને અસ્થાયી રીતે બંધ કરી છે. બીજી તરફ ICICI બેંકે પણ ગ્રાહકોને મેસેજ કરી માહિતી આપી કે,‘અમારી બધી શાખાઓમાં સાફ-સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને કર્મચારીઓની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.’ આ સાથે બેંકોએ ગ્રાહકોને સુરક્ષિત રહેવા પણ આગ્રહ કર્યો છે. બેંકોએ શાખાઓમાં ભીડભાડ ઓછી થાય અને કોરોનાના સંક્રમણથી બચી શકાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યા છે.