જો તમે ભુલથી તમારું બેંકનું કામ કરવાનું ભુલી ગયા છો તો હવે તેને કરવા માટે 24 ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે. કારણકે 21 થી 23 અને પછી 25 અને 26 ડિસેમ્બર સુધી બેંક બંધ રહેશે. બેંકના કર્મચારીઓની હડતાલને પગલે બેંકમાં તાળા લગાવી દેવામાં આવ્યા છે. 22 ડિસેમ્બરે મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશભરની બધી સરકારી અને પ્રાઈવેટ બેંકમાં રજા રહેશે.
23 ડિસેમ્બરના રોજ રવિવાર હોવાના કારણે બધી બેંક બંધ રહેશે, સોમવારે 24 ડિસેમ્બરના રોજ બેંક ચાલુ રહેશે અને કામકાજ થશે, પરંતુ ત્રણ દિવસોની બંધી બાદ બેંકમાં ભીડ જમા થઈ જશે.