તહેવારોના સમયે જ બેંકોના કર્મચારીઓએ હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. આથી જો આ દરમિયાન બેંક સાથે સંકળાયેલું કોઈ કામ કરવું હોય, તો તે તમારે આજે પણ પતાવવું પડશે. કારણ કે બેંકોના વિલયના વિરોધમાં કર્મચારીઓ હડતાળ પર ઉતરવાના છે. તહેવારો વચ્ચે બેંક કર્મચારીઓના આ નિર્ણયથી સામાન્ય નાગરિકોને ભારે અસર થશે. આથી તમે તમારૂ જરૂરી કામ આજે જ પતાવી લો, તે તમારા હિતમાં છે.
22 ઓક્ટોબર હડતાળ
જણાવી દઈએ કે, 10 બેંકોના વિરોધમાં કર્મચારીઓ 22 ઓક્ટોબરે હડતાળ પર ઉતરવાના છે. અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ અને ભારતીય બેંક કર્મચારી પરિસંઘએ હડતાળની જાહેરાત કરી છે. આ સાથે જ ભારતીય ટ્રેડ યુનિયને પણ હડતાળનું સમર્થન કર્યું છે. આ હડતાળના પગલે ઓક્ટોબરના અંતિમ સપ્તાહમાં 4 દિવસો સુધી બેંકોમાં કામકાજ ઠપ્પ રહેશે.
બેંકોના વિલિનીકરણનો વિરોધ
તાજેતરમાં જ નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના 10 સરકારી બેંકોના વિલયનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઈને ઘણા સમયથી વિરોધ થઈ રહ્યો છે. બેંક કર્મચારીઓ તેનો વિરોધ કરી રહ્યા છે, જેને પગલે તમામ લોકોએ કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે.