બેંક યુનિયનોએ બુધાવરે 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી એમ બે દિવસની હડતાલની જાહેરાત કરી છે. ભારતીય બેંક સંઘની સાથે પગાર વધારા પર વાતચીત નિષ્ફળ રહ્યાં બાદ તેમણે હડતાલ પાડવાનો નિર્ણય કર્યો છે.
9 ટ્રેડ યુનિયનોનું પ્રતિનિધિત્ન કરનારા યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)એ જણાવ્યું કે, બેંક કર્મચારીઓ 11-13 માર્ચ દરમિયાન 3 દિવસની હડતાલ કરશે. જે બાદ 1 એપ્રિલથી અમે અનિશ્ચિત કાળ સુધી હડતાલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે.
UFBU પગારમાં ઓછામાં ઓછા 15 ટકા વૃદ્ધિની માંગ કરી રહ્યું છે, પરંતુ IBAએ 12.25 ટકા વધારાની મર્યાદા નક્કી કરી છે. જેનો UFBUએ અસ્વીકાર કર્યો છે.
પગાર ધોરણમાં સંશોધનને લઈને અગાઉ 13 જાન્યુઆરીએ બેઠક થઈ હતી. જેમાં IBAએ 12.25 ટકા પગાર વધારવાની ઓફર આપી હતી. જેને બેંક યુનિયનોએ ફગાવી હતી.