કોરોના વાયરસનો કેર સમગ્ર દુનિયામાં જોવા મળી રહ્યો છે. આ વાયરસને કારણે દેશની બેંકિંગ સિસ્ટમ પણ પ્રભાવિત થઈ છે. કેટલીક બેંકોએ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા માટે જણાવ્યું છે, તો કેટલીક બેંકે ગ્રાહકોને બ્રાન્ચ પર ભીડ ન કરવા માટે અપીલ કરી રહી છે. આ ઉપરાંત ICICI સહિત અમુક બેંકોએ પોચાની મોટા ભાગની સુવિધાઓ ડિઝિટલ કરી દીધી છે. હવે પબ્લિક સેક્ટરની બેંક ઓફ બરોડાએ પોતાની બ્રાન્ચોમાં ભીડ ઓછી કરવા માટે એક મોટો નિર્ણય કર્યો છે. બેંકના આ નિર્ણયનો ફાયદો દેશનાં કરોડો ગ્રાહકોને મળવાની આશા છે.
તનો ફાયદો એ હશે કે લોકો બેંકની બ્રાન્ચમાં જશે નહીં અને દૂર રહીને પણ પોતાના બેંકનું કામકાજ કરી શકશે. જણાવી દઈએ કે, દેશભરમાં બેંક ઓફ બરોડાની 9470 બ્રાંચ છે. તો 13 હજારથી પણ વધારે એટીએમ છે. એટલું જ નહીં, બેંક ઓફ બરોડાએ સેવિંગ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા સુધીની જમા રાશિ પર વાર્ષિક 3.25 ટકાના દરે વ્યાજ આપવાનું એલાન કર્યું છે.