31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ બે દિવસની બેન્ક હડતાળ બાદ ઘણી જાહેર ક્ષેત્રની બેન્કોના લાખો કર્મચારીઓએ આગામી સપ્તાહે વધુ એક બેન્ક હડતાળ કરવાની ધમકી આપી છે. જો આ બંધ સફળ રહ્યો તો માર્ચના બીજા સપ્તાહમાં સતત 5 દિવસ સુધી કોઈ બેન્કનું કામ નહિં શકે અને એટીએમ પણ બંધ રહી શકે છે. જેથી બેન્ક ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડશે.
બેન્ક કર્મચારી ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI) અને ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પલોયઝ એસોસિએશન (AIBEA)ના જણાવ્યા અનુસાર, ભારતીય બેન્ક સંઘ (IBA) સાથે વેતન સુધારણા વાર્તા નિષ્ફળ રહ્યા બાદ અખિલ ભારતીય બેન્કો 11થી 13 માર્ચ સુધી હડતાળ કરશે. મહિનાના બીજા શનિવારે હડતાળ સમાપ્ત થશે, જ્યારે બેન્કોમાં રજા આવે છે. જેથી રવિવાર સહિત પાંચ દિવસ રજા આવતા બેન્કના કામો પર અસર થશે
ICICI અને HDFC બેન્ક જેવી ખાનગી બેન્કોના કામકાજ પર હડતાળથી કોઈ અસર નહિં થાય. આ વર્ષે આ અત્યાર સુધીની આ ત્રીજી બેંક હડતાલ હશે કારણ કે 8મી જાન્યુઆરીએ નરેન્દ્ર મોદી સરકારની નીતિઓના વિરોધમાં યુનિયનોએ વિરોધ કરેલો ત્યારે ભારત બંધ દરમિયાન બેંકિંગ સેવાઓને પણ અસર થઈ હતી. આ વર્ષની પહેલી એપ્રિલથી યુનિયન દ્વારા તેમની માંગણીઓ પૂર્ણ કરવામાં ન આવે તો ફરીથી અચોક્કસ મુદ્દતની અખિલ ભારતીય બેંક હડતાલની હાકલ કરી છે.