નાણા મંત્રી નિર્મલા સીતારમણે PNB સહિત દેશની કેટલીક મોટી બેન્કોના વિલયની જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં બેન્કિગ સેક્ટરના અલગ અલગ ટ્રેડ યુનિયન હડતાળ પર જવાના છે. બેન્ક કર્મચારીઓની હડતાળથી આ મહિને સતત ચાર દિવસ સુધી બેન્કો બંધ રહેવાની છે.
બેન્કિંગ સેક્ટરના ચાર ટ્રેડ યુનિયન સંગઠનોએ 25 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર સુધી હડતાળનું એલાન કર્યુ છે. એટલેકે 26થી 27 સપ્ટેમ્બર સુધી બેન્કોના કામ અટકી પડશે. ત્યારબાદ 28 સપ્ટેમ્બરે ચોથો શનિવાર અને 29 સપ્ટેમ્બરે રવિવાર છે. આથી સતત 4 દિવસ સુધી બેન્કો બંધ રહેશે. આથી તમે 25 તારીખ સુધીમાં તમારા બેન્કોનું કામકાજ પતાવી દેજો. સતત 4 દિવસ બાદ તમે 30 સપ્ટેમ્બરે બેન્કના કામ કરી શકશો.