સરકારે પેરાસિટામોલ સહિત આ તમામ દવાઓ ઉત્પાદન પર પ્રતિબંધ મુક્યો છે. ઉપયોગમાં લેવાતા 26 ફોર્મૂલેશન અને એક્ટિવેટ ફાર્માસ્યૂટિકલ્સ ઈન્ગ્રીડિએન્ટ્સની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડાયરેક્ટ્રેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે મંગળવારે આ અંગેનું નોટિફીકેશન બહાર પાડ્યું છે. જેને તાત્કાલિક પ્રભાવથી લાગુ કરવામાં આવ્યું છે.
આ તમામ દવાઓ પર પ્રતિબંધ
પેરાસિટામોલ
ટિનિડેજોલ
મેટ્રોનાઈડેજોલ
એસાયક્લોવિર
વિટામિન બી1
વિટામિન બી6
વિટામિન બી6
વિટામિન બી12
પ્રોજેસ્ટેરોન
ક્લોરેમફેનિકોલ
ઈરિથ્રોમાઈસિન સોલ્ટ
નિઓમાઈસિન
ક્લિંડામાઈનિસ સોલ્ટ
ઓર્નિડેજોલ
ફોર્મૂલેશન મેડ ઓફ ક્લોરેમફેનિકોલ
ફોર્મૂલેશન મેડ ઓફ ઈરિથ્રોમાઈસિન સોલ્ટ
ફોર્મૂલેશન મેડ ઓફ ક્લિંડામાઈસિન સોલ્ટ
ફોર્મૂલેશન મેડ ઓફ પ્રોજેસ્ટોરોન
ફોર્મૂલેશન મેડ ઓફ વિટામિન બી1
ફોર્મૂલેશન મેડ ઓફ વિટામિન બી 12
ફોર્મૂલેશન મેડ ઓફ વિટામિન બી6
ફોર્મૂલેશન મેડ ઓફ નિઓમાઈનિસ
ફોર્મૂલેશન મેડ ઓફ ઓર્નિડેજોલ
ફોર્મૂલેશન મેડ ઓફ મેટ્રોનાઈડેજોલ
ફોર્મૂલેશન મેડ ઓફ ટિનિડેજોલ
ફોર્મૂલેશન મેડ ઓફ એસાયક્લોવિર
ફોર્મૂલેશન મેડ ઓફ પેરાસિટામોલ
ચીનમાં દવા ફેક્ટરીઓ બંધ થવાના કારણે ભારતમાં પેરાસિટામોલ 40% મોંઘી
અમેરિકન મીડિયા હાઉસ બ્લૂમબર્ગના ગત મહિનાના રિપોર્ટ પ્રમાણે, ચીનથી સપ્લાઈ અટકી જવાના કારણે ભારતમાં પેરાસિટામોલ દવાઓની કિંમત 40% વધી ગઈ છે. જાયડસ કેડિલાના ચેરમેન પંકજ આર પટેલનું કહેવું હતું કે, બેક્ટેરીયા ઈન્ફેક્શનની સારવારમાં ઉપયોગ થતી એન્ટીબાયોટિક એજિથ્રોમાઈસિનની કિંમતો 70% વધી ગઈ છે. પટેલે કહ્યું હતું કે, માર્ચના પહેલા સપ્તાહ સુધી ચીનથી સપ્લાઈ થવાનું શરૂ નહીં થાય તો આખી ફાર્મા ઈન્ડસ્ટ્રીમાં ઈન્ગ્રીડિએન્ટ્સની અછત આવી શકે છે. એપીઆઈની આયાત માટે ભારતની ચીન પર નિર્ભરતા વધારે છે. કોઈ પણ દવાને બનાવવા માટે એપીઆઈ સૌથી મહત્વનો ભાગ છે.