જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં એક ગ્રામીણ બજારમાં બુધવારે સવારે ભૂસ્ખલનના કારણે લગભગ ત્રણ ડઝન જેટલી દુકાનો દબાઈ ગઈ છે. ભદ્રવાહના પોલીસ અધિકારી રાજ સિંહ ગૌરિયાએ જણાવ્યું કે, આ ઘટનામાં અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર કોઈ પ્રકારની જાનહાની થઈ નથી. આ ઘટના ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટરથી ૬૫ કિલોમીટર દૂર ભાલેસાના ભથર બજારની છે.
પ્રાથમિક માહિતી અનુસાર મળેલ જાણકારી પ્રમાણે લગભગ ત્રણ ડઝન જેટલી દુકાનો ભૂસ્ખલનમાં દબાઈ ગઈ છે. ભૂસ્ખલનનો અવાજ એટલો ભયંકર હતો કે નાગરિકો આ અવાજથી હજી સુધી ગબરાયેલા છે. એસએસબી કમાન્ડર અજય કુમારે જણાવ્યું કે, આજે ચાર વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું. ઘટનાની જાણ થતા જ અમારા જવાનો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી તે સારી બાબત છે.