ઈંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓએ ફરી એક વખત બીસીસીઆઈની સલાહને અવગણી કરતા બોર્ડ બગડ્યું હતું અને સલાહની અવગણના કરવા બદલ ઠપકો આપ્યો છે.
બીસીસીઆઈએ ભારતીય ખેલાડીઓને બહાર ભીડ વાળી જગ્યાએ જવા મનાઈ ફરમાવી હતી.
જોકે બોર્ડની સલાહને અવગણી કોહલી, શ્રેયસ, શુભમન, નવદીપ અને પંત સહિત અનેક ખેલાડી બર્મિંઘમ ડિનર કરવા ગયા હતા.
રોહિતના કોરોના પોઝિટિવ આવ્યા પછી બીસીસીઆઈએ ખેલાડીઓને ભીડ ભાડવાળા સ્થળોએ ન જવાની સલાહ આપી હતી.
બીસીસીઆઈના અધિકારીએ કહ્યું કે, ‘બોર્ડને બહાર ફરવા ગયેલા ખેલાડીઓને ઠપકો આપ્યો છે.
થોડા દિવસો અગાઉ ફેન્સ સાથે ફોટો પડાવતા ખેલાડીઓની તસવીર વાઈરલ થઈ થતા વાત બહાર આવી ગઈ હતી, તેમને બહાર ન નિકળવાની સલાહ અપાઈ હોવા છતાં તેઓ બહાર ગયા હતા.