અમેરિકન કન્સલ્ટિંગ ફર્મ બોસ્ટન કન્સલટિંગ ગ્રુપ તરફથી કરવામાં આવેલા એક નવા રિસર્ચ રિપોર્ટ પ્રમાણે, કોરોના વાઈરસના પગલે ભારતમાં લાગૂ કરવામાં આવેલ લૉકડાઉનને સપ્ટેમ્બરના મધ્ય સુધી વિસ્તારવામાં આવી શકે છે. મીડિયામાં છપાયેલા BCG રિપોર્ટના આધારે જણાવામાં આવ્યું છે કે, ભારત જૂનના ચોથા અઠવાડિયા અને સપ્ટેમ્બરના બીજા સપ્તાહ વચ્ચે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનને હટાવવાનું શરૂ કરશે.
રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં સ્વાસ્થ્ય સેવાની તૈયારી અને સુવિધાને પ્રભાવશાશી બનાવવી પ્રતિબંધ હટાવવામાં વિલંબનું કારણ હોઈ શકે છે. રિપોર્ટમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે, ભારતમાં જૂનના ત્રીજા સપ્તાહ સુધી COVID-19 ના કેસો વધી શકે છે.