બેબી પ્રોડક્ટ્સ દ્વારા દરેક ઘરમાં જગ્યા બનાવનારી અમેરિકન કંપની Jhonson and Jhonsonનો દબદબો છે. કંપનીએ અમેરિકામાં લગભગ 33 હજાર બેબી પાવડર બોટલ પરત મગાવી લીધી છે. અહેવાલ અનુસાર બેબી પાવડરના નમૂનામાં એસ્બેસ્ટોસની માત્રા મળી આવી છે.
એસ્બેસ્ટોસ એક જીવલેણ કાર્સિનોજન છે જે માણસમાં કેન્સર થવાનું જોખમ પેદા કરે છે. આ પ્રથમ વખત છે કે યુ.એસ.ના આરોગ્ય નિયમનકારોએ કોઈ પ્રોડક્ટમાં એસ્બેસ્ટોસની માત્રા શોધી કાઢી છે. પહેલીવાર કંપનીએ તેના બેબી પાવડર પ્રોડક્ટને બજારમાંથી પરત મગાવી લેવાની નોબત આવી છે.
Jhonson and Jhonson તરફથી પણ સ્પષ્ટતા આવી છે. કંપની તરફથી કહેવામાં આવી રહ્યું છે કે એક જ બોટલ ઓનલાઇન રિટેલર પાસેથી ખરીદવામાં આવી હતી. આ પછી, #22318RB લોટ સ્વેચ્છાએ પરીક્ષણ માટે પરત બોલાવવામાં આવ્યો છે, જેમાં 33 હજાર બોટલ છે. આ સાથે, કંપનીએ કહ્યું કે છેલ્લા 40 વર્ષોમાં, હજારો પરીક્ષણોએ વારંવાર પુષ્ટિ આપી છે કે અમારા પાવડરમાં કોઈ એસ્બેસ્ટોસ નથી. જો કે, આ સમાચાર પછી, યુએસ સ્ટોક માર્કેટમાં Jhonson and Jhonsonનો શેર 6 ટકા ઘટીને 127.70 ડોલર પર બંધ રહ્યો છે.
બેબી પાવડર, શેમ્પૂ અને સાબુ દ્વારા અમેરિકન ફાર્મા કંપની Jhonson and Jhonson ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં વિશેષ ઓળખ ધરાવે છે. જો કે, કંપનીએ તેના ઘણા ઉત્પાદનોના કારણે કેસ અને દંડનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં એક વ્યક્તિએ ઉત્પાદન અંગે પૂછપરછ કરતાં કોર્ટનો સંપર્ક કર્યો. આ કેસની સુનાવણી દરમિયાન Jhonson and Jhonsonને દોષી ઠેરવવામાં આવ્યું હતું અને 8 બિલિયન ડોલરનો દંડ ફટકાર્યો હતો.