છેલ્લા 16 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો દરરોજ વધી રહી છે. પેટ્રોલનાં ભાવમાં આજે પ્રતિ લીટર 33 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જે પછી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 79..56 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે ડીઝલની કિંમતમાં પ્રતિ લિટર 58 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જે પછી દિલ્હીમાં ડીઝલની કિંમત વધીને 78.85 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
આપને જણાવી દઇએ કે, સમગ્ર દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે, જેના કારણે દેશ મહિનાઓથી લોકડાઉનમાં રહ્યો, જેના કારણે લોકોનો રોજગાર છીનવાઇ ગયો છે, ઘણા ઉદ્યોગો બંધ થઈ ગયા છે અને લોકો મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. પરંતુ આ બધુ હોવા છતાં. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારાથી સામાન્ય લોકોની કમર તૂટી ગઈ છે. લોકો સરકારને અપીલ કરી રહ્યા છે કે પેટ્રોલ અને ડીઝલનાં ભાવ ઘટાડવામાં આવે અને લોકોને મુશ્કેલ સમયમાં રાહત મળે.