મંદીનો માર સહન કરી રહેલી ભારતની સૌથી મોટી ઓટો કંપની મારૂતી સુઝુકી બે દિવસ સુધી માનેસર અને ગુડગાંવ પ્લાન્ટને બંધ રાખશે. મારૂતી સુઝુકીએ બે દિવસ સુધી નો પ્રોડેક્શન ડે મનાવવાની જાહેરાત કરી છે. મંદીના કારણે મારૂતી સુઝુકીએ પ્લાન્ટમાં પ્રોડક્શન ઘટાડ્યુ છે. આગોસ્ટ માસમાં મારૂતીના વાહનોના વેચાણમાં 35.9 ટકાનો ઘટાડો થયો છે.
ગત મહિને મારૂતીએ માત્ર 94 હજાર 728 કારનું વેંચાણ કર્યુ હતુ. ઓછા વેચાણના કારણે મારૂતી કારનું ઉત્પાદન પણ ઓછુ કરી રહી છે. મળતી માહિતી પ્રમાણે મારૂતીએ સિલેરિયો, ઈગ્નિસ, સ્વિફ્ટ, બલેનો અને ડિઝાયર જેવી કારના પ્રોડ્કશનમાં પણ ઘટાડો કર્યો છે. આ ઉપરાંત મારૂતીએ કોમર્શિયલ વાહનોના પ્રોડક્શનમાં ઘટાડો કરવાનો પણ નિર્ણય લીધો છે. જેથી મારૂતી સુઝુકીના અનેક કર્મચારીઓ બેરોજગાર થવાની તૈયારીમાં છે.