લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટે સોમવારે સવર્ણ જાતિઓને 10 ટકા અનામતની મંજૂરી આપવાનું એલાન કરી દીધુ છે.
આર્થિક રીતે નબળા સવર્ણોને અનામતનો લાભ આપવામાં આવશે. 2018માં SC/ST એક્ટમાં કરવામાં આવેલા પરિવર્તનને લઈને સવર્ણો અને મોદી સરકાર સાથે નારાજગી ચાલી રહી હતી. તેને જોતા ભાજપે આ નિર્ણય કર્યો છે. અનામતનો હાલનો ક્વોટા 49.5 ટકાથી વધીને 59.5 ટકા કરાશે.
ઉલ્લેખનીય છે કે નરસિમ્હા રાવ સરકારે આર્થિક આધાર પર અનામતનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ સરકારે 1991માં 10 ટકા અનામતનો નિર્ણય કર્યો હતો પરંતુ સુપ્રીમ કોર્ટે આ નિર્ણયને ફગાવતા કહ્યુ કે ગરીબી અનામતનો આધાર નથી.