આજે રાત્રે 9 વાગ્યે અને નવ મિનિટ માટે ઘરની તમામ લાઇટ બંધ કરીને દીપ પ્રગટાવી કે મીણબત્તી સળગાવી અથવા મોબાઇલ ફ્લેશ ચાલુ કરવાની પીએમ મોદીની અપીલ પર ખરા ઉતર્યા છે. જેમ કે, દીપ પ્રગટાવવાથી કોરોના વાયરસ ભાગી જશે, કોરોના અજવાળાથી ડરે છે. કોઇ જાણે કેવા કેવા સવાલો પેદા થઇ રહ્યા છે. જોકે તમામ સવાલોનો જવાબ વડાપ્રધાન મોદીના વિતેલા દિવસોના રાષ્ટ્ર સંબોધનોમાં જ છે.
કોરોના મહામારીના ભારતમાં પગપેસારાની સાથે જ 22 માર્ચે પીએમ મોદીએ દેશવાસીઓને જનતા કર્ફ્યુની અપીલ કરી. જે રવિવાર સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી હતું. પરીક્ષાની આ ઘડીમાં એ પહેલો મોટો નિર્ણય હતો. જેનાથી દેશવાસીઓને સામૂહિકતા અને તેની તાકાતનો અહેસાસ થયો. આ દરમિયાન અપીલ કરવામાં આવી હતી કે સાંજે પાંચ વાગ્યે કોરોના વાયરસ સામેની જંગમાં યોદ્યા બની કાર્યરત તમામ પોલીસ કર્મી, સ્વાસ્થ કર્મી, ફાયર બ્રિગેડ કર્મી તથા અન્ય કર્મીના માનમાં થાળી, ઘંટી, બેલ વગાડી તેમનુ સન્માન કરવામાં આવે. આ સ્થિતિથી દેશવાસીઓમાં કોરોના વાયરસની સાચી સ્થિતિનો અહેસાસ થયો હતો.
એક દિવસના કર્ફ્યુથી અનેકતામાં એકતાવાળા આ દેશના લોકોના સંયમની પારખી પીએમ મોદીએ વિશ્વ સામે સાબિત કર્યુ કે, ભારતીયો દેશ પ્રત્યે કેટલા સમર્પિત છે. જનતા કર્ફ્યુને સફળ બનાવી ભારતીયો વિશ્વને બતાવી દીધુ કે તેઓને ચીન, ઇટાલી, સ્પેનની જેમ ડરાવીને ઘરોમાં કેદ કરવાની જરુર નથી. તેઓ સ્વેચ્છાએ જ ઘરોમાં રહેવા માટે સક્ષમ છે.
આ પછી પીએમ મોદીએ 24 માર્ચે દેશને સંબોધન કરતા 21 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી. પીએમ મોદીના આ નિર્ણયને ભારત સહિત કોરોનાથી પ્રભાવિત અન્ય દેશોના વડાઓએ બીરદાવ્યુ હતું. જોકે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લોકડાઉન માટે જરુરી તમામ વ્યવસ્થા પાછળ સમય આપ્યો હતો. જેનાથી મોટી સમસ્યા પેદા ન થાય.
લોકડાઉન દરમિયાન દુનિયાભરમાંથી નકારાત્મક વિચારોએ સામાન્ય માણસની બુદ્ધિને ઘેરી વળ્યા હતા. લોકડાઉનને લીધે અર્થવ્યવસ્થા ખોરવાઇ હોવાના સંકતોએ સામાન્ય માણસને ચિંતાતુર બનાવી દીધો છે. ભારતમાં લોકડાઉન દરમિયાન તબલીગી જમાતના લોકોની બેદરકારીથી કોરોના વાયરસના કેસોનો રાફડો ફાટ્યો હતો. જે પછી લોકોમાં લોકડાઉનની સમયમર્યાદાને લઇને સવાલો થવા લાગ્યા હતા.