India News :
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ‘PM મોદી જન્મથી પછાત જાતિના નથી. તેમનો જન્મ ગુજરાતની તેલી જ્ઞાતિમાં થયો હતો. ભાજપે વર્ષ 2000માં તે સમુદાયને ઓબીસીમાં સામેલ કર્યો હતો. તેમનો (PM મોદી) જન્મ સામાન્ય કેટેગરીમાં થયો હતો…તેઓ ક્યારેય જાતિની વસ્તી ગણતરી નહીં કરાવે કારણ કે તેઓ OBCમાં જન્મ્યા નથી.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદી પોતાને ઓબીસી ગણાવીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ભારત જોડો ન્યાય યાત્રા હાલમાં ઓડિશાના ઝારસુગડામાં છે. ત્યાં લોકોને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ ઉપરોક્ત આક્ષેપો કર્યા હતા. ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન રાહુલ ગાંધી ખુલ્લી જીપમાં ઝારસુગડાના કિસાન ચોક પહોંચ્યા, જ્યાં કોંગ્રેસ નેતા અજોય કુમાર અને ઓડિશા પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શરત પટનાયક પણ તેમની સાથે હતા.
ભારત જોડો ન્યાય યાત્રા આજે છત્તીસગઢમાં પ્રવેશ કરશે
રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલી ભારત જોડો ન્યાય યાત્રા બુધવારે ઓડિશામાં પ્રવેશી હતી. રાહુલ ગાંધી ઓડિશામાં અનેક જનસભાઓને સંબોધિત કરશે. ઝારસુગડાથી ભારત જોડો ન્યાય યાત્રા છત્તીસગઢમાં પ્રવેશ કરશે.