દેશના સૌથી મોટો એવોર્ડ ભારત રત્નની ઘોષણા કરી દેવામાં આવી છે. આ વખતે ત્રણ મહાનુભાવોને ભારત રત્ન આપવાની જાહેરાત કરાઈ છે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પ્રણવ મુખર્જી, સમાજસેવી નાનાજી દેશમુખ અને ગાયક ભુપેન હઝારીકાનો સમાવેશ થાય છે. નાનાજી દેશમુખ અને ભુપેન હઝારીકાને મરણોપરાંત ભારત રત્ન આપવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરેલ નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રણવ મુખર્જીને ભારત રત્ન આપવાની જાહેરાત પર ખુશી વ્યક્ત કરી હતી. પીએમે ટ્વિટ કરીને કહ્યું હતું કે પ્રણવ દા અમારા સમયના એક શાનદાર નેતા છે. તેમણે નિસ્વાર્થ અને થાક્યા વગર દશકો સુધી દેશની સેવા કરી છે. દેશની વિકાસની દશા પર એક મજબૂત નિશાન છોડ્યું છે. તેના જેવા બુદ્ધિમાન અને બુદ્ધિજીવી ઘણા ઓછા લોકો છે. મને ખુશી છે કે તેમને ભારત રત્ન આપવામાં આવશે.
પ્રણવ દા દેશના 13માં રાષ્ટ્રપતિ હતા. તે 2012થી 2017 સુધી આ પદ પર રહ્યા હતા. રાષ્ટ્રપતિ બન્યા પહેલા ઘણા દશકો સુધી કોંગ્રેસના મજબૂત સ્તંભ રહ્યા હતા. તે ઇન્દિરા ગાંધી સાથે પણ કામ કરી ચૂક્યા છે. મનમોહન સિંહ પ્રધાનમંત્રી હતા તે દરમિયાન તે વિત્ત મંત્રી હતા.
નાનાજી દેશમુખ આરએસએસ વિચારક રહ્યા છે. 2012માં 94 વર્ષની ઉંમરમાં તેમનું નિધન થયું હતું. તે 1977થી 1979 સુધી ઉત્તર પ્રદેશના બલરામપુર સીટથી સાંસદ રહ્યા હતા. તે 1999થી 2005 સુધી રાજ્યસભાના સાંસદ રહ્યા હતા.
ભુપેન હઝારીકા અસમના રહેવાસી હતા અને તે મહાન ગાયક અને સંગીતકાર હતા. તેમનું નિધન 2011માં થયું હતું.