દેશમાં કોરોના મહામારીની બીજી વેવ ખૂબ જ વિકરાળ બની છે. આ નવી લહેરમાં સતત નવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ગઈ કાલે પીએમ મોદીએ દેશને સંબોધન કરી કોરોના સામે લડવા માટે હિંમત અને એકબીજાને સહયોગ આપવાની વાત કરી. આજે દેશના ત્રણ મોટા ડોક્ટરોએ પણ વિડિયો કોન્ફ્રન્સથી એક બીજા સાથે જોડાયા હતા. દેશમાં કોરોના વાયરસ મહામારી સતત વિકળાર સ્વરુપ ધારણ કરી રહી છે. લાખો લોકો દરરોજ આ બીમારીની ઝપેટમાં આવી રહ્યા છે. દરરોજ હજારો લોકોને આ બીમારી કાળના મુકમાં ધકેલી રહી છે. આ બધા વચ્ચે દેશના ત્રણ મોટા ડોક્ટરોએ કોરોના અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને દેશના લોકોને સંબોધન કર્યુ હતું.
જેમાં તેમણે લોકોને કોરોના વિશે માહિતિ અને તેમના સાવાલોના જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો.આ ત્રણ ડોક્ટરોમાં દિલ્હી એઇમ્સના ડાયરેક્ટર ડો. રણદિપ ગુલેરિયા, નારાયણ હેલ્થના ચેરમેન ડો. દેવી શેટ્ટી અને મેદાંતા હોસેપિટલના ચેરમેન નરેશ ત્રેહન સામેલ છે. જે દરમિયાન મેદાંતાના ડો. નરેશ ત્રેહને જણાવ્યું કે રેમડેસિવિર એ રામબાણ નથી. તે માત્ર એવા લોકોમાં વાયરલ ઇન્ફેક્શન ઘટાડે છે, જેમને તેની જરુર છે.ડો. શેટ્ટીએ કહ્યું કે જો તમને કોરોનાના લક્ષણો દેખાતા હોય તો ડરવાની જરુર નથી, તમે ડોક્ટર સાથે વાત કરો અને જલ્દી કોરોના ટેસ્ટ કરાવો. જો સ્થિતિ વધારે ગંભીર ના હોય તો ઘરે રહીને જ સારવાર કરો. તેમણે આગળ કહ્યું કે જો શરીરમાં ઓક્સિજન લેવલ 94 ટકા કરતા વધારે હોય તો ચિંતાની કોઇ વાત નથી, પરંતુ જો ઓક્સિજન લેવલ તેમાથી નીચે આવે છે તો તમારે ડોક્ટર પાસે જવાની જરુર પડે છે.