વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટે બુધવારે સહકારી બેન્કોને લઈને મોટો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જાહેરાત કરતા કહ્યું કે હવેથી દેશભરની સહકારી બેન્કોનું નિયમન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા જ કરશે. હાલ દેશમાં 1,540 સહકારી બેન્ક છે. અત્યાર સુધી આરબીઆઈ ખાનગી અને સરકારી બેન્કોનું જ નિયમન કરતી હતી. જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે સરકારે ખાતેદારોના હિતમાં એક અઠવાડિયામાં બે મોટા નિર્ણય લીધા છે.
