છેતરપિંડી કરીને ખાતામાંથી પૈસા ઉપડી જવા જેવા બેંક ફ્રોડ માટે બેંક જવાબદાર નથી. આવી ભૂલો ગ્રાહકોના કારણે થાય છે તો તેના નુકશાનની ભરપાઈ માટે બેંક જવાબદાર નથી. ગુજરાતના અમરેલીની એક ગ્રાહક કોર્ટે (Consumer Court of Gujarat)આ આદેશ જાહેર કર્યો છે. અમરેલીમાં ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગે (Consumer Disputes Redressal Commission Amreli)છાતરપિંડી થયેલા એક પીડીતને વળતર આપવાની મનાઈ કરી. પીડીત સાથે 41,500 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. એક રિપોર્ટ મુજબ કોર્ટનું કહેવુ છે કે, છેતરપિંડી વ્યક્તિની પોતાની બેદરકારીના કારણે થઈ છે. જેથી બેંકની કોઈ જવાબદારી બનતી નથી. પૂર્વના એક કેસમાં રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ આયોગ NCDRCએ કહ્યુ કે, બેંક અનઘિકૃત લેવડ-દેવડના કેસોમાં પોતાના ગ્રાહકોને ભરપાઈ કરવા માટે જવાબદાર છે. NCDRC અનુસાર બેંક પોતાની દેવાદારીની ખોટી રીતો થી બચવા માટે નિયમો અને શરતોની આડ લઈ શકતી નથી. તો RBI અનુસાર જો લેવડ-દેવડ કોઈ ત્રીજા પક્ષના ઉલ્લંઘનના કારણે થાય છે અને ગ્રાહક ત્રણ દિવસની અંદર બેંકને સૂચના આપે છે તો ત્યારે ગ્રાહક જવાબદાર હોતો નથી.
નિવૃત્ત શિક્ષક કુરજી જાવીયા કાયદાનો અભ્યાસ કરે છે. 2 એપ્રિલ 2018 ના રોજ, તેમને કોઈએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ના મેનેજર ગણાવીને બોલાવ્યો હતો. ગોટાળા કરનારે જાવીયાના એટીએમ કાર્ડની વિગતો માંગી. તેણે બેંક મેનેજર સમજી તેને વિગતો આપી. બીજા જ દિવસે 39,358 પેન્શન જાવીયાના ખાતામાં આવ્યું. આ પછી જ એક વ્યક્તિએ તેના ખાતામાંથી 41,500 રૂપિયા ઉપાડી લીધા. તેણે બેંકને ફોન કર્યો, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં. બાદમાં જાણવા મળ્યું કે છેતરપિંડી કરનારાઓએ આ નાણાંનો ઉપયોગ ઓનલાઈન ખરીદીમાં કર્યો હતો. તેમના મતે, બેંકને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. જો બેંકે તાત્કાલીક કાર્યવાહી કરી હોત તો નુકસાનને અટકાવી શકાયું હોત. આ આધારે તેણે એસબીઆઈ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. ઉપભોક્તા કોર્ટ કહ્યું કે, બેંક ગ્રાહકોને પોતાના ATM કાર્ડના વિવરણ અથવા બેંક ખાતાના વિવરણ કોઈ સાથે શેર ન કરવાની પર્યાપ્ત ચેતવણી આપે છે. બેંકોએ માત્ર બોર્ડ પર જ દિશા નિર્દેશ નહિ પરંતુ એલર્ટ મેસેજ પણ પ્રસારિત કર્યા છે. બેંક ગ્રાહકોને એ સૂચિત કરે છે કે, કોઈપણ બેંક કર્મચારી કયારેય પણ ATM કાર્ડની વિગતો નહિ માંગે. કોર્ટ અનુસાર અરજાકર્તા જાવિયાએ એ જ કર્યુ જે બેંકોએ ગ્રાહકોને ન કરવાની સલાહ આપી હતી. તેનો મતલબ એ થયો કે, બેદરકારી બેંક તરફથી દાખવવામાં આવી ન હતી.