ભારતીય અંતરિક્ષ એજન્સી ISROનો લેન્ડર વિક્રમ સાથે સંપર્ક તૂટવાને લઈને ચીને મોટો ખુલાસો કર્યો છે. જ્યારે 7 સપ્ટેમ્બરે લેન્ડર વિક્રમ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરી રહ્યું હતું, આ દરમિયાન તે ક્રેશ થઈ ગયુ અને પછી લાખ પ્રયત્નો કરવા છત્તા તેની સાથે સંપર્ક નથી સાધી શકાયો.
વિશ્વની સૌથી મોટી અને સક્ષમ સ્પેશ એજન્સી નાસાએ પણ વિક્રમ સાથે સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેનો કોઈ જવાબ નથી મળ્યો. હવે જ્યારે ચંદ્ર પર દિવસ સમાપ્ત તઈ રહ્યો છે અને 14 દિવસની રાત પડી રહી છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, વિક્રમ સાથે સંપર્ક સાધવાની આશાઓનો અંત થઈ જશે. આ વચ્ચે એક સવાલ પણ ઉઠે છે. એક ચીની પત્રકારે આ અંગે ટ્વીટ કરીને મોટો સવાલ ઉઠાવ્યો છે.
સૌથી મોટો સવાલ આ રહ્યો
ચીનના પત્રકારે સવાલ પૂછ્યો છે કે, શું ઈસરોના વૈજ્ઞાનિકોએ માત્ર 14 દિવસ માટે જ લેન્ડર વિક્રમને ચંદ્ર પર મોકલ્યું હતું? કારણ કે, તેમાં તેઓએ થર્મલ ઉપકરણ નહતા લગાવ્યા, જે આ લેન્ડરને ચંદ્ર પર રાત્રે ઠંડીછી બચાવશે અને ગરમ રાખે છે.
જણાવી દઈએ કે, ચંદ્ર પર રાત્રે બહુ જ ઠંડી રહે છે. તાપમાન માઈનસ 200 ડિગ્રીથી નીચે જતુ રહે છે, એનામાં લેન્ડર વિક્રમ સહી સલામત રહેવાની સંભાવના સમાપ્ત થઈ જશે. આટલી ઠંડીને વિક્રમની અંદર રહેલા ઉપકરણ સહન નહી કરી શકે અને તે જવાબ પણ નહીં આપી શકે.
બીજુ મોટુ કારણ
આ સિવાય આગામી 14 દિવસોમાં ઠંડા કહેવાતા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર બરફની એવી ચાદર છવાઈ જશે કે, ફરીથી તે કોઈ ઓર્બિટરને ભાગ્યે જ જોવા મળે. તે સમયે ના તો ઈસરો ચંદ્રની કક્ષામાં ચક્કર લગાવી શકશે કે ના તો આપલું કે નાસાનું ઓર્બિટર લગાવી શકશે. આવામાં આગામી 14 દિવસમાં લેન્ડર વિક્રમની તમામ કહાની સમાપ્ત થઈ જશે.
ઈન્ટરનેશનલ જનરલ ઓફ એરોસ્પેસ એન્જિનિયરિંગમાં પ્રકાશિત યાંગ પાર્ક, જાંગ જૂન લી અને હ્યૂન ઓંગ ઓ દ્વારા આ બાબતે વિસ્તૃત લેખ લખ્યો છે, જેનું શિર્ષક છે “ પ્રારંભિક થર્મલ ડિઝાઈન અને રાત્રે ચંદ્ર પર લેન્ડરના બચાવનું વિશ્લેષણ”