રાજ્યસભાએ મંગળવારે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગનન્સી અમેડમેન્ટ બીલ 2020 ( ગર્ભાવસ્થા સુધારા બિલ 2020) ને મંજૂરી આપી દીધી છે. લોકસભા પહેલેથી જ તેને પસાર કરી ચૂકી છે. આ બિલ હેઠળ, ગર્ભપાત માટેની મહત્તમ મંજૂરી વર્તમાન 20 અઠવાડિયાથી વધારીને 24 અઠવાડિયા કરવામાં આવી છે.આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી હર્ષવર્ધને ગૃહમાં બિલ અંગેની ચર્ચાના જવાબમાં કહ્યું કે, વિસ્તૃત વિચાર-વિમર્શ પછી આ તૈયાર કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ ખરડો લાંબા સમયથી વેઇટીંગ લિસ્ટમાં હતો અને તે ગયા વર્ષે લોકસભામાં પસાર થઈ ચૂક્યો છે ત્યાં સર્વાનુમતે બિલ પસાર કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે આ ખરડો તૈયાર થયા પહેલા વિશ્વભરના કાયદાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો. મંત્રીના જવાબ બાદ ગૃહ દ્વારા ધ્વનિમત દ્વારા બિલ પસાર કરવામાં આવ્યું. ગૃહ દ્વારા બિલને પસંદગી સમિતિને મોકલવા સહિતના અન્ય વિપક્ષીય સુધારાઓને નકારી કાઢવામાં આવ્યા હતા ત્યાં સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા સુધારાઓને સ્વીકારી લેવામાં આવ્યા છે.હકિકતમાં ગર્ભપાતને લગતા વર્તમાન કાયદાને કારણે બળાત્કાર અથવા કોઈ ગંભીર રોગથી ગ્રસ્ત સગર્ભા સ્ત્રીને ઘણી સમસ્યાઓ થઈ હતી. ડોકટરોના જણાવ્યા અનુસાર, જો બાળકને જન્મ આપીને સ્ત્રીના જીવને જોખમ હોય તો પણ તેનો એબોર્શન થઈ શકતો નહતો. એબોર્શન ત્યારે જ થઈ શકે જ્યારે ગર્ભાવસ્થા 20 અઠવાડિયા કરતા ઓછી હોય.
