બિહારના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના પટના, કિશનગંજ, અરારિયા અને કિશનગંજમાં ધરતી ધ્રુજવાના સમાચાર સામે આવ્યાં છે. જો કે, હજી સુધી કોઈ પણ રીતે જાન-માલના નુકસાનના સમાચાર મળ્યા નથી.આ ઝટકા આસામ, બિહાર અને પશ્ચિમ બંગાળના કેટલાંક વિસ્તારોમાં અનુભવવામાં આવ્યાં છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના અનુસાર, રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 ની રહી છે. ભૂકંપનું કેન્દ્ર સિક્કિમ-નેપાળ બોર્ડરની પાસેનું રહ્યું છે. રાત્રિના 8:49 મિનિટે ભૂકંપન ઝટકા અનુભવવામાં આવ્યાં છે.ભૂકંપની તીવ્રતા 5.4ની રહેતા લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. પૂર્ણિયામાં પણ ભૂકંપના ભારે ઝટકાંઓ અનુભવવામાં આવ્યાં હતાં. જો કે ભૂકંપની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. એક તરફ બહાર નીકળતા કોરોના તો બીજી બાજુ ભૂકંપ આવતા નાગરિકો ભારે ચિંતામા મૂકાઇ ગયા છે.
