કેન્દ્રીય કર્મચારીઓ લાંબા સમયથી મોંઘવારી ભથ્થાની રાહ જોઇ રહ્યા છે. હવે આ પ્રતીક્ષા પૂરી થવાની છે. સરકારી કર્મચારીઓને સપ્ટેમ્બરના અંતમાં પગારમાં વધેલા ડીએ સાથે છેલ્લા ત્રણ હપ્તા આપવામાં આવશે. આ સાથે ઘર બનાવવાની એડવાન્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. લગભગ 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ કેન્દ્ર સરકારના પેન્શનરો ફરીથી મોંઘવારી ભથ્થું (DA) અને મોંઘવારી રાહત (ડીઆર)ની રાહ જોઈ રહ્યા છે. કેટલાક મીડિયા અહેવાલો અનુસાર મોદી કેબિનેટની એક બેઠક આ અઠવાડિયે યોજાનાર છે. રિપોર્ટ મુજબ આગામી બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે. રિપોર્ટ મુજબ કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણની સાથે મોદી કેન્દ્ર સરકાર કર્મચારીઓના ડીએ અને ડીઆર અંગે પણ નિર્ણય લઈ શકે છે.તમારા પગારમાં કેટલો વધારો થશે તે જાણવા, તમારે તમારા બેઝિક સેલરી ચેક કરવી જોઈએ. સાથે જ તમારા વર્તમાન ડીએની તપાસ કરો. હાલમાં તે 17 ટકા છે જે ડીએ બહાલી પછી 28 ટકા સુધી જશે. તેથી માસિક ડીએ 11 ટકા વધી જશે. તેથી કેન્દ્ર સરકારના કર્મચારીનો ડીએ 1 જુલાઈ 2021થી તેમની મૂળ સેલરીના 11 ટકા સુધી વધશે. ડીઆરની ગણતરીમાં પણ આ જ ફોર્મ્યુલા લાગુ થશે.નેશનલ કાઉન્સિલ ઓફ JCMના શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું કે ક્લાસ 1ના અધિકારીઓનો ડીએ એરિયર 11,800 રૂપિયાથી લઇ 37,554 રૂપિયા વચ્ચે હશે. તેમણે જણાવ્યું કે જો લેવલ 13 એટલે કે 7મા સીપીસી મૂળ પગાર 1,23,100 રૂપિયાથી 2,15,900 રૂપિયા અથવા લેવલ-14 પે સ્કેલ માટે ગણતરી કરવામાં આવે છે, તો કેન્દ્ર સરકારના એક કર્મચારીનો બાકી ડીએ 1,44,200 રૂપિયાથી 2,18,200 રૂપિયા વચ્ચે હશે.
