પશ્ચિમ બંગાળમાં ત્રીજી વખત મમતા બેનર્જીની સરકાર બનવા જઈ રહી છે. બુધવાર સવારે ત્રીજી વખત મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. મમતાનું શપથ ગ્રહણ સમારોહ રાજભવનનાં ટાઉન હોલમાં યોજાશે.પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજી સતત ત્રીજી વખત બંગાળના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.બંગાળમાં ચૂંટણી પ્રચાર શરૂ થયો ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત ભાજપ આઈટી સેલે મમતા બેનરજી અને તેમના ભત્રીજા પર કમિશન ખાવાના આરોપો મૂક્યા હતા. પરંતુ બંગાળની પ્રજાએ ભાજપના આરોપોને ફગાવીને તૃણમૂલ કોંગ્રેસને ખોબે ખોબે મત આપ્યા છે.મમતા બેનર્જીનું શપથગ્રહણ સમારોહ આવતી કાલે 10.45 પર રાજભવનના ટાઉન હોલમાં યોજાશે. સમારોહમાં પ્રશાંત કિશોર સહિત ટીએમસીના મોટા નેતા શામેલ થશે, આ સિવાય ક્રિકેટર સૌરવ ગાંગુલી, પૂર્વ મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાટાચાર્ય, વામ મોર્ચાથી વિમાન બોસ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
