1 એપ્રિલથી જે નવો વેઝ કોડ લાગૂ કરવાની વાત થઈ રહી હતી, તેના પર હાલમાં રોક લગાવી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારે આગામી જાહેરાત સુધી તેના પર રોક લગાવી દીધી છે. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 1 એપ્રિલથી આ નિયમ લાગૂ નહીં થાય. પહેલા આ નિયમ અંતર્ગત ટેક હોમ સેલેરીમાં વધારો થવાની વાત કરવામાં આવી હતી.હકીકતમાં જોઈએ તો, સરકારના નવા વેતન કાયદા અનુસાર દર મહિને મળતી સેલરીમાં મૂળ વેતનનો 50 ટકા ભાગ હોવાની વાત ચાલી રહી હતી. જે હાલમાં 32 ટકા આવતી હતી. આ રીતે નોકરીકર્તાઓને ટેમ હોમ સેલેરી વધી શકતી હતી.
હકીકતમાં જોઈએ તો, મૂળ વેચની અંદર આપની બેસિક સેલેરી, મોંઘવારી ભથ્થુ, રિટેર્નિંગ અલાઉંસ શામેલ થાય છે. આ ત્રણ માપદંડોને ધ્યાને રાખીને આપની બેસિક સેલેરીની ગણતરી થાય છે. નવા કોડમાં સામેલ પીએફ, ગ્રેજ્યુટી, મોંઘવારી ભથ્થુ, મુસાફરી ભથ્થુ, અને હાઉસ રેંટ અલાઉંસ સમાવેશ કરવાની વાત ચાલી રહી હતી. તો વળી બૈસિક સીટીસીનો 50 ટકા ભાગ હોવાનો અર્થ થાય છે કે, અન્ય ભથ્થામાં 50 ટકાથી વધારે નહીં હોય. આવી રીતે પીએફ અને અન્ય ભથ્થામાં ફેરફાર થવાની ટેક્સનું ભારણ પણ ઓછુ થઈ શકે છે. જેની અસર આપના ટેક હોમ સેલેરી પર દેખાશે.