કોરોના કાળમાં બિહાર વિધાનસભા ચૂંટણીને લઇ શુક્રવારના રોજ દિશ-નિર્દેશ રજૂ કરી શકે છે. સૂત્રોનું કહેવું છે કે 2-3 તબક્કામાં ચૂંટણી સંપન્ન થઇ શકે છે. સૂત્રોનું એમ પણ કહેવું છે કે રાષ્ટ્રપતિ શાસન લગાવીને બિહારમાં ચૂંટણી કરાવાની જે આશંકા હતી તેને નકારવામાં આવી રહ્યું છે. ચૂંટણી પંચની વચ્ચે મંત્રણા ચાલી રહી છે કે બિહારમાં વોટિંગ બે-ત્રણ તબક્કામાં પૂરું કરાય. એવામાં આશંકા છે કે બે-ત્રણ તબક્કામાં ચૂંટણી થાય છે તો તેની જાહેરાતમાં વિલંબ થઇ શકે છે. 2015માં વિધાનસભા ચૂંટણીની જાહેરાત 9 સપ્ટેમ્બરના રોજ થઇ હતી. આ દરમ્યાન બિહારમાં 6 તબક્કામાં ચૂંટણી થઇ હતી.
આપને જણાવી દઇએ કે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે ગુરુવારે અનેક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને ઉદ્ઘાટનના અવસર પર કહ્યું હતું કે બિહાર વિધાનસભાની ચૂંટણી સપ્ટેમ્બરમાં જાહેર થઈ શકે છે.