ભારત ચીન વચ્ચે પૂર્વી લદ્દાખ (Ladakh)ની ગાલવાન ખીણ (Galwan Valley)માં છેલ્લા એકથી વધારે મહિનાથી તણાવ ચાલી રહ્યો છે. 15-16 જૂનની બે સૈન્યોની અથડામણ પછી આ મામલો જરા વધારે જ પેચીદો બનતો ચાલ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ આ મામલે 19 જૂનના રોજ એક સવૅપક્ષીય બેઠક (All Party Meet) બોલાવી હતી. જેમાં વડાપ્રધાન મોદીએ આપેલા એક નિવેદનને લઇને વિપક્ષ તેમના પર ચઢી બેઠુ હતુ, ત્યાં સુધી કે કોંગ્રેસ (Congress)ના નેતા અને દેશના ભૂતપૂવૅ વડા પ્રધાન મનમોહનસિંહે (Dr. Manmohan Singh) પણ મોદીના નિવેદન પર ટિપ્પણી કરી હતી અને તેમણે મોદીને દેશની સુરક્ષા, વ્યૂહરચના અને સીમાઓના મુદ્દે સાવચેતીભર્યું નિવેદન આપવાની સલાહ આપી હતી.
હવે ભાજપે (BJP) આક્રમક કોંગ્રેસ સામે મોરચો ખોલ્યો છે. કેન્દ્રીય પ્રધાન ( Law Minister) રવિશંકર પ્રસાદે (Ravishankar Prasad) ગુરુવારે આક્ષેપ કર્યો હતો કે ચીને 2005-06માં રાજીવ ગાંધી ફાઉન્ડેશન (Rajiv Gandhi Foundation)ને ત્રણ લાખ ડોલર એટલે કે લગભગ 2 કરોડ 26 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. તેમણે કોંગ્રેસને સવાલ કર્યો કે કોંગ્રેસે આ રૂપિયા કઇ શરતો પર લીધા છે અને આ રૂપિયાનું શું કરાયું?
રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસના કાર્યકાળમાં ચીને અમારી જમીન પર કબજો કર્યો હતો. કોંગ્રેસે જણાવવું જોઈએ કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનને આ નાણાં ચીન સાથેના મફત વેપાર કરાર (FTA) ને પ્રોત્સાહન આપવા માટે મળ્યા છે એટલે કે આયાત-નિકાસ કોઈપણ અવરોધ વિના. તે જાણીતું છે કે જ્યારે દાન આપવાની શરૂઆત કરવામાં આવી હતી, ત્યારે રાજીવ ગાંધી ફાઉન્ડેશન દ્વારા ઘણા અભ્યાસ ટાંકવામાં આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચેનો એફટીએ કરાર ખૂબ મહત્વનો છે.
રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આરોપ લગાડતા આગળ કહ્યું કે, ‘વિદેશી યોગદાન નિયમન અધિનિયમ હેઠળ કોઈપણ રાજકીય પક્ષ વિદેશથી પૈસા લઇ શકતુ નથી. વળી, કોઈ પણ એનજીઓ (Non-Governmental Organisation -NGO) સરકારની પરવાનગી વિના વિદેશથી પૈસા લઈ શકતુ નથી. તો કોંગ્રેસે જણાવવું જોઈએ કે શું આ દાન માટે સરકારની મંજૂરી લેવામાં આવી હતી?’
તેમણે આરોપ લગાવ્યો કે રાજીવ ગાંધી ફાઉન્ડેશન કોઈ શિક્ષણ અને સાંસ્કૃતિક સંસ્થા નથી. તે રાજકીય સંગઠન છે.કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનના અધ્યક્ષ છે. પૂર્વ બોર્ડના વડા પ્રધાન ડો.મનમોહન સિંઘ,કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi), પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ (P. Chidambaram) અને કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) આ બોર્ડના સભ્યો છે.ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડા (J.P.Nadda)એ મધ્યપ્રદેશની જનસભામાં કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે, ડોકલામ (Doklam) વિવાદ દરમિયાન રાહુલ ગાંધીએ ચીનના રાજદૂત સાથે શાંતિથી વાત કરી હતી. હાલમાં કોંગ્રેસ ગાલવાન ખીણની લડત દરમિયાન દેશને મૂંઝવણમાં મુકી રહી છે.