ભાજપે વિવિધ રાજ્યોમાં યોજાનારી રાજ્યસભાની પેટાચૂંટણી માટે તેના 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહે પાર્ટીના રાજ્યસભાના ઉમેદવારોની યાદી જાહેર કરતી વખતે કહ્યું કે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ આ નામોને મંજૂરી આપી દીધી છે.
ઉમેદવારોના નામ
પાર્ટીએ રાજસ્થાનથી રાજ્યસભા પેટાચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી સરદાર રવનીત સિંહ બિટ્ટુને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. હરિયાણાથી કિરણ ચૌધરી, બિહારથી મનન કુમાર મિશ્રા, મધ્ય પ્રદેશથી જ્યોર્જ કુરિયન, મહારાષ્ટ્રથી ધૈર્યશીલ પાટીલ, ઓડિશાથી મમતા મોહંતા, ત્રિપુરાથી રાજીવ ભટ્ટાચાર્ય અને આસામમાંથી મિશન રંજન દાસ અને રામેશ્વર તેલીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
भारतीय जनता पार्टी की केन्द्रीय चुनाव समिति ने विभिन्न राज्यों में होने वाले आगामी राज्यसभा के उप-चुनाव हेतु निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/0TFtIv3t9c
— BJP (@BJP4India) August 20, 2024
નામાંકન ભરવાની છેલ્લી તારીખ 21મી ઓગસ્ટ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભાના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા મંગળવારે વિવિધ રાજ્યોના નેતાઓ સાથે અલગ-અલગ મેરેથોન બેઠક યોજી હતી. આ બેઠક બાદ પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મંજૂરી લીધા બાદ પાર્ટીએ ઉમેદવારોની આ યાદી જાહેર કરી. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 21મી ઓગસ્ટ છે.